ખજુરભાઈ સૌપ્રથમ તેનું સાચું નામ નીતિન જાની છે. અને તે ખજૂરભાઈ ના નામે ફેમસ છે. 

ખજુરભાઈ

ખજૂરભાઈ નો જન્મ સુરત માં થયો હાતો અને તેના પિતાના વ્યવસાય માટે નવસારી ગયા હતા. અને ત્યાં અભ્યાસ કર્યો હતો

ખજૂરભાઈ એ  માસ્ટર ડીગ્રી પુના શહેર ખાતે કરી. પછી MCA, MBA અને LLBનું પદ મેળવ્યું.ભણતર બાદ IT સેક્ટરમાં એક વર્ષની નોકરી કર્યા પછી પણ કોઈ યોગ્ય પ્લેટફોર્મ શોધતા હતા

ત્યારબાદ ખજૂરભાઈ એમને પોતાનું  ધ્યાન યૂટ્યૂબમાં આપ્યું અને કોમેડી વિડીયો બનાવતા સાથે પાર્ટનર હતા થોડુંક ઉપડતાજ પાર્ટનર સાથે વાંધો થતાં 8 લાખ ફોલોવર્સ આપી ફરી ખજૂરભાઈ નામે શરૂઆત કરી

હાલના સમયમાં ખજુરભાઈ ને કોઈ ના ઓળખું હોય એવું બનતું નથી કારણકે ખજૂરભાઈ ની સેવાના વિડીયો જોઈ ધણા ને રોવાય જાય છે 

ખજૂરભાઈ એ હાલ સુધીમાં 210+ ધર બનાવી ને બીજા કર્ણ થવાનો ખિતાબ પણ ધારણ કરી શકે છે. આટલું દાન ગુજરાતમાં કોઈ પણ કર્યું નહીં હોય

ખજૂરભાઈ પ્રાણીઓ પ્રેમી પણ છે જેમને હાલ સુધીમાં મૃત 8000+ પ્રાણીઓ ની દફન વિધિ કરી ચૂક્યા છે 

ખજૂરભાઈ બાળકો અને પશુ પ્રેમી છે. ખજૂરભાઈ હાલ સુધી માં ખૂબ જ મદદ કરી અને દાન કરી ગુજરાતના લોકોમાં સ્થાન મેળવ્યું છે.  જેને ગુજરાતના સોનું સુદ પણ કહેવાય છે. 

ખજૂરભાઈ ને કોઈ પણ પ્રકારનું વ્યસન પણ નથી એટલે કે ચા પણ નહીં અને તે કોઈ નું દુખ પણ નથી જોઈ શકતા (માણસ,પશુ, કે પક્ષી ) 

આવા દાનવીર ને ભગવાન કોઈ દિવસ દુખ ના આવા દે અને ભગવાન એમને અને એમની ટીમ ની રક્ષા કરે એવી પાર્થના