હાલના સમયમાં મધ ખાવાનો મહિમા ઓછો થઈ ગયો છે. ક્યારેક ડોકટરની સલાહ થી મધનું સેવન કરે છે. આજે જાણો મધના ફાયદા

દાંત અંબાઈ જતા હોય તો મધ સાથે રોજ મીઠું મેળવી દાંત પર ઘસો.

શેકેલા લીંબુના રસમાં મધ મેળવી ચાટવાથી ખાંસી મટે છે. અરડૂસીના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.

તુલસી અને આદુના રસને મધ સાથે લેવાથી શરદી મટે છે. હળદળ અને સૂંડના ચૂર્ણ સાથે મધ લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.

યૂરિનની તકલીફમાં એલચીના દાણાના ચૂર્ણ સાથે મધ આપવુ. પાણીમાં મધ મેળવી કોગળા કરવાથી કાકડા મટે છે.

ગોળને મધમાં લેવાથી ઊલટી મટે છે. કબજિયાતમાં ટમેટાના રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.

રાત્રે સૂતી વેળાએ મધ ચાટવાથી ઊંઘ સારી આવે છે.

સતાવરી ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મળે છે.

એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી પીવાથી અશક્તિ દૂર થાય છે.

દિવસમાં ચાર વાર મધ ચાટવાથી કફ મેટ છે. ફુદીનાના રસમાં મધ મેળવીને લેવાથી પેટના દર્દો મટે છે.

આવી જ હેલ્થ સબંધિત માહિતી મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.