દર્દ વગર હટાવો શરીરના વાળ, આ 3 દેશી નુસ્ખાથી તમને દર્દ નહિ થાય

તમારા શરીર પરથી અણગમતા વાળ દૂર કરવા માટે હવે તમને વેક્સનું દર્દ સહન કરવાની જરૂર નથી, આ 3 રીતથી દર્દ વગર હટી શકશે વાળ

જો તમે પાર્લરમાં ગયા વગર શરીર પરના વાળ કાઢવા માંગો છો તો આ 3 રીત અપનાવો. 

ઈંડા અને કોર્નસ્ટાર્ચ માસ્ક

  • સામગ્રી – 1 ઈંડાનો સફેદ ભાગ, 1/2 ચમચી કોર્ન સ્ટાર્ચ
  • બનાવવાની રીત –  માસ્ક બનાવવા માટે ઈંડાના સફેદ ભાગમાં કોર્ન સ્ટાર્ચ મિક્સ કરો. તમારી ત્વચા પર તેને પેસ્ટની જેમ એક સમાન પરત પર લગાવો અને સરક્યુલર મોશનથી મસાજ કરો. તેને 15-20 મિનિટ રહેવા દો અને બાદમાં ધુઓ. યોગ્ય રિઝલ્ટ માટે તેને અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરો. 

ઓટ્સ અને કેળાનું મિશ્રણ

  • સામગ્રી – ઓટમીલ 2 ચમચા, 1 કેળું
  • બનાવવાની રીત – આ મિશ્રણને બનાવવા માટે ઓટમીલ અને કેળાનુ મિશ્રણ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણને જ્યાં વાળ ઉગ્યા છે તે જગ્યા પર લગાવો. વાળના વિકાસની વિપરીત દિશામાં ધીરે ધીરે મસાજ કરો. બાદમાં તેને 20 મિનિટ આવી રીતે છોડી દો. બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો. 

સુગર વેક્સ

  • સુગર વેક્સ બહુ જ પ્રભાવી સોલ્યુશન છે. જેનો ઉપયોગ અનેક વર્ષોથી થાય છે. 
  • સામગ્રી – 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુ
  • બનાવવાની રીત – સુગર વેક્સ બનાવવા માટે એક બાઉલમાં ખાંડ અને લીંબુનો રસ લો. આ મિશ્રણમાં 7-8 ચમચી ગરમ પાણી મિક્સ કરીને તેને ઠંડુ કરવા બાજુમાં મૂકો. તેના બાદ સુગર વેક્સના આ મિશ્રણને વાળ પર લગાવો. 15-20 મિનિટ સુધી તેને રહેવા દો. બાદમાં વેક્સને ઠંડા પાણીથી હળવે હળવે રગડીને ધોઈ લો. 

તમે આ તમામ નુસ્ખાથી શરીર પરના અણગમતા વાળ દર્દ વગર હટાવી શકશો. જોકે, આ તમામ રીત નેચરલ છે, તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. પરંતુ તેને ઉપયોગમાં લેતા પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂર કરાવી લેજો.  

શરીર પરના વાળ દુર કરવા, વાળ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *