સફરજન વિશે | સફરજન ખાવાના ફાયદા | સફરજન ક્યારે ખાવું જોઈએ | સફરજન ના ફાયદા
સફરજન વિશે, સફરજન ખાવાના ફાયદા, સફરજન ક્યારે ખાવું જોઈએ, સફરજન ના ફાયદા, સફરજનું ઝાડ , સફરજન નો છોડ, એક સફરજનમાં કેટલી કેલેરી હોય શકે, Apple Benefits In Gujarati,
સફરજન વિશે
સફરજન એક એવું ફળ છે જે આપણે સરળતાથી મળી રહે છે. જે દુનિયાના ધણા દેશોમાં મળે છે. આપણા ભારતમાં કાશ્મીર , સિક્કિમ, હિમાચલ પ્રદેશ જેવા ઊંચાણવાળી અને ઠંડી જગ્યા પર જોવા મળે છે. આથી આપણા ગુજરાતમાં આ ફળ થોડુંક મોધું મળે છે. હાલ સુધીમાં સફરજન ની 22 જાતો મળી આવી છે. અત્યારે આશરે 2000 થી વધારે જાતો મિસક્ષ કરી ને ઉગાડવામાં આવે છે.
સફરજનમાં ગ્લુકોઝ, ફૉસ્ફરસ, આયર્ન, મેલિક એસિડ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, લિસીથીન, વિટામિન બિ1, વિટામિન સી, હોય છે. એસિડ નું પ્રમાણ હોવાથી ખોરાક ને પચવામાં મદદરૂપ થાય છે. સફરજન ની છાલમાં વિટામિન સી વધારે પ્રમાણ માં હોય છે. સફરજનમાં ફૉસ્ફરસ વધુ પ્રમાણ માં હોય છે.
સફરજન ના ફાયદા | Safarjan Na Fayda
સફરજનનો રસ મોઢામાં બેક્ટેરિયાને મારે છે. તે દાંતને ઇન્ફેક્શનથી બચાવે છે સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજન સેવન થી દાંત માં સડો થતો નથી.
જો તમને માથું દુખતું હોય તો સફરજનને ઝીણા સમારી તેની અંદર મીઠું નાખીને ખવાથી માથાનો દુખાવો મટે છે.
આગમાં દાઝી જવાથી, ગરમ પાણીથી બળી જવાથી, વીજળીનો કંરટ લાગવાથી, સફરજના પાંદડા ને પીસી ને તે જગ્યા એ લગાડવાથી લાભ થાય છે.
વજન ધટાડવા માટે સફરજન ખાવું જોઈએ. કારણકે સફરજનમાં હાઇપો કૌલોરિક ડાયટ માનવામાં આવે છે. હદય રોગ માટે પણ સફરજન ખાવું ફાયદાકારક છે.
સફરજન ખાવાના ફાયદા | Safarjan Khavana Fayda
કેટલાક સંશોધનોમાં સાબિત પણ થઈ ચૂક્યું છે કે જો રોજ એક સફરજન ખાય તેને ડોકટર પાસે જવું પડતું નથી.
સફરજન ખાવા થી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, સફરજનમાં એન્ટિઓકિસટેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપના શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી શરીરમાં થતાં રોગો સામે લડવામાં મદદ કરે છે.
દાંત માટે ફાયદાકારક : સફરજનનો રસ મોઢામાં બેક્ટેરિયાને મારે છે. તે દાંતને ઇન્ફેક્શનથી બચાવે છે સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજન સેવન થી દાંત માં સડો થતો નથી.
ખરાબ કોલેસ્ટ્રોલ ધટાડે છે : વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરો છો તો તમારા ડાયતમાં સફરજન સામેલ કરો કારણકે સફરજન ખાવા થી કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછું કરે છે.
કેન્સર માટે સફરજન : વિવિદ સંશોધન માં સાબિત થયું છે કે સફરજનમાં એવા તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. સફરજન હમેશા છાલ સાથે ખાવું.
હદય માટે ફાયદાકારક : દરરોજ સફરજન ખાવાથી શરીરની ધમનીઓ સારી રીતે કાર્ય કરે છે. સફરજનમાં ફાઈબરનો સ્ત્રોત વધુ પ્રમાણ માં છે. જે કોલેસ્ટ્રોલના ગાઢ ને થતાં રોકે છે. આનાથી હદય સ્વસ્થ રહે છે.
લિવરનું ટોક્સિન દૂર કરે છે. આ ઉપરાંત ભૂખ વધુ કેલરીના સેવન વગર જ શાંત કરે છે.
સફરજન ક્યારે ખાવું જોઈએ
સફરજન સવારના નાસ્તા પછી એક કલાક અથવા બપોરેના જમ્યા પછી એક કલાક પછી એક સફરજન ખાવું જોઈએ. પરંતુ દધ્યાન રાખો કે ખાલી પેટે સફરજન ખાવું નહીં. નહિતર થઈ શકે છે ગેસ ની સમસ્યા.
સફરજન નું ઝાડ | સફરજનું ઝાડ બતાવો ? | સફરજન નો છોડ
ધણા મિત્રો ને સફરજનું ઝાડ કેવું હોય છે તે ખબર નથી અથવા જોવું હોય છે. અહી નીચે સફરજનું ઝાડ આપ્યું છે.

એક સફરજનમાં કેટલી કેલેરી હોય શકે
સફરજમાં સૌથી ઓછી કેલરી ગણવામાં આવે છે. એટલે તો ડાયટિંગ માટે ઉપયોગ માં લેવાનું કહેવામાં આવે છે. સફરજમાં કેટલી કેલેરી છે. 100 ગ્રામ માં માત્ર 37 કે.સી.એલ. હોય છે. સફરજનમાં કેલેરી રંગ પર આધાર રાખે છે. ઉદહારણ તરીકે લીલા સફરજનમાં 100 ગ્રામ માં આશરે 40 કે.સી.એલ અને લાલ સફરજનમાં 45 કે.સી.એલ હોય છે.